શોધખોળ કરો
ગર્ભવતી મહિલાને મળતા 6000 રૂપિયાના લાભ પર સરકાર મુકશે કાપ, જાણો હવે શું થશે ફેરફાર
1/5

આ સિવાય અત્યાર સુધી કેન્દ્ર સરકાર આ સ્કીમનું ૬૦ ટકા ફંડ આપતી હતી તે ઘટાડીને પ૦ ટકા કરવામાં આવશે. મંત્રાલય અત્યારે એક કેબીનેટ નોટ તૈયાર કરી રહ્યુ છે. એક સીનીયર મંત્રીએ જણાવ્યુ છે કે, પીએમઓ સાથે વાતચીત બાદ આગળની તૈયારી અને સ્કીમને ચલાવવાનુ કામ કરવામાં આવશે. અધિકારીએ એ પણ ભારપુર્વક કહ્યુ હતુ કે, સ્કીમને એક બાળક સુધી સીમીત કરવાની વાત ચાલી રહી છે.
2/5

ઉલ્લેખની છે કે આ સ્કીમને યુપીએ-રએ શરૂ કરી હતી. જેનુ નામ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના રાખવામાં આવ્યુ હતુ ત્યારે દેશના ૬પ૦ જિલ્લામાંથી પ૩ જિલ્લામાં જ શરૂ કરવામાં આવી હતી. પીએમ મોદીની જાહેરાત બાદ ગયા મહિને મંત્રાલયે યોજનાની વિગતો જાહેર કરી હતી.જે અનુસાર કેન્દ્ર સરકાર ૬૦ ટકા પૈસા આપશે. એવુ પણ જણાવાયું હતું કે ૧૯ વર્ષથી ઉપરની મહિલાને બે બાળકો પેદા કરવા સુધી આ લાભ મળશે.
Published at : 19 Feb 2017 10:10 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















