છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા 6 ઉમેદવારોના નામ.
2/5
છત્તીસગઢમાં બે તબક્કમાં વોટિંગ યોજાશે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં 12 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે વોટિંગ થશે. પરિણામે 11 ડિસેમ્બરે જાહેર થશે. અહીં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.
3/5
કોંગ્રેસે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની તમામ 18 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. આ પહેલા પક્ષ દ્વારા 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત બાકી 72 સીટો પર ઉમેદવારોના નામ નક્કી કરવા મંગળવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે.
4/5
કરુણા શુકલા 14મી લોકસભામાં જાંજગીર સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ વાજપેયી વડાપ્રધાન પદેથી હટ્યા બાદ ભાજપે તેનાથી અંતર બનાવી લીધું હતું. જે બાદ કરુણા શુક્લા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા અને તેઓ રમણ સિંહ સરકારના આલોચક છે.
5/5
નવી દિલ્હીઃ છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ તરફથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ભત્રીજી કરૂણા શુક્લા રાજ્યના મુખ્યમંત્રી રમણ સિંહ સામે ચૂંટણી લડશે. સીએમ રમણ સિંહ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે.