છોકરો ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેણે ક્લાસમાં કોઇના પણ હાથ ખાલી રાખ્યા નહોતા. તેણે ક્લાસ અને કોચિંગમાં સાથે અભ્યાસ કરતા 35 સાથી મિત્રોને સ્માર્ટફોન અને સ્લિવર બ્રેસલેટ ભેટમાં આપ્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે, તેણે તિજોરીમાંથી 60 લાખ રૂપિયા કાઢ્યા હતા જે તેના પિતાને તાજેતરમાં જ એક પ્રોપર્ટી વેચ્યા બાદ મળ્યા હતા.
2/4
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ફ્રેન્ડશીપ ડે પર 16 વર્ષના છોકરાએ પોતાના પિતાના 46 લાખ રૂપિયા ચોરીને સ્કૂલમાં સાથી વિદ્યાર્થીઓને વહેંચી દીધા હતા. જેમાં તેના એક મિત્રને 15 લાખ રૂપિયા આપ્યા હતા અને અન્ય એક મિત્રને પોતાનું હોમવર્ક કરવાના બદલામાં 3 લાખ રૂપિયા આપ્યા હતા. છોકરાના પિતા બિલ્ડર છે. છોકરા પાસેથી મળેલા રૂપિયાથી એક સાથી વિદ્યાર્થીએ નવી કાર પણ ખરીદી લીધી હતા.
3/4
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે છોકરાના પિતાએ ઘરમા રૂપિયા ના મળતા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં એવી કોઇ વાતના પુરાવા ના મળ્યા કે ઘરમાં ચોર આવ્યા હોય. બાદમાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, બિલ્ડરના દીકરાએ જ રૂપિયાની ચોરી કરી હતી અને આ રૂપિયાના તેના મિત્રોમાં વહેંચી દીધા હતા. તે સિવાય તેના પડોશમાં રહેતા એક યુવકને પણ રૂપિયાની જરૂરીયાત હતી તો તેને પણ આપી દીધા હતા. હાલમાં રૂપિયાની વસૂલી કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
4/4
એસઆઇએ કહ્યું કે, છોકરાના પિતાએ પોલીસને એ વિદ્યાર્થીઓની યાદી આપી છે જેમને તેમના દીકરાએ રૂપિયા આપ્યા હતા. જે સાથી વિદ્યાર્થીને 15 લાખ રૂપિયા આપ્યા હતા તે રૂપિયા મળ્યા ત્યારથી જ ગુમ છે. અત્યાર સુધીમાં 46 લાખમાંથી 15 લાખ રૂપિયા પાછા લઇ લેવામાં આવ્યા છે જ્યારે બાકીના રૂપિયા વસૂલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જે વિદ્યાર્થીઓને રૂપિયા આપવામાં આવ્યા છે એ તમામ સગીર છે જેથી કોઇ કેસ નોંધવામાં આવ્યો નથી.