નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવના વિરોધમાં કૉંગ્રેસે મોદી સરકારને ઘેરવા માટે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. કૉંગ્રેસની આગેવાનીમાં અન્ય વિપક્ષી દળો પણ સામેલ થશે. ભારત બંધના એલાનને પગલે કૉંગ્રેસ અન્ય દળો સાથે પણ વાતચીત કરી રહ્યું છે.
2/3
વિપક્ષી દળો સાથે મળી ભારત બંધની જાહેરાત પણ તેમણે કહ્યું, વિપક્ષી દળો તેની રીતે સમર્થન કરશે. આ સાથે જ રણદિપ સુરજેવાલાએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતોને પણ જીએસટીના દાયરામાં લાવવામાં આવે.
3/3
કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કૉંન્ફ્રેંસ કરી એનડીએ સરકાર પર ઘણા આરોપ લગાવ્યા. સુરજેવાલાએ કહ્યું, અંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઓછો હોવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે કેંદ્ર સરકાર પર આરોપ લગાવ્યા હતા. સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને આશરે 11 લાખ કરોડની કમાણી કરી, તે કોના ખિસ્સામાં ગયા, સરકાર આજ સુધી તેનો હિસાબ નથી આપી શકી.