શોધખોળ કરો
કૉંગ્રેસ નેતાએ કહ્યુ- જે મોદીના પિતાનું નામ કોઇ જાણતું નથી, તે રાહુલ ગાંધી પાસે હિસાબ માંગે છે
1/3

નવી દિલ્હી: રાજસ્થાન ચૂંટણીમાં કૉંગ્રેસના નેતાઓના નિવેદન પાર્ટી માટે માથાનો દુખાવો બની ગયા છે. હાલમાં સીપી જોશી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર વિવાદ શાંત નથી થયો ત્યાં હવે કૉંગ્રેસના નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી વિલાસરાવ મુત્તેમવારે પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.
2/3

રાજસ્થાનમાં બાડમેરના સિવાનામાં ચૂંટણી સભા દરમિયાન કૉંગ્રેસના નેતા વિલાસરાવ મુત્તેમવારે કહ્યું, નરેંદ્ર મોદીને પીએમ બન્યા પહેલા કોણ ઓળખતુ હતું. આજે પણ પીએમ મોદીના પિતાનું નામ કોઇ નથી જાણતું, પરંતુ રાહુલ ગાંધીના પિતાનું નામ તો શું પેઢીઓના નામ પણ બધા જાણે છે અને જેના પિતાનું નામ ખબર નથી તે પ્રધાનમંત્રી મોદી, રાહુલ ગાંધી પાસે હિસાબ માંગી રહ્યા છે. કૉંગ્રેસ નેતાના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.
Published at : 25 Nov 2018 03:54 PM (IST)
View More





















