નેશનલ અવોર્ડ વિનર મરાઠી ફિલ્મ ડારેક્ટર પ્રકાશ ઓક એ કહ્યું કે અમે અપમાનિત થયા હોવાનું અનુભવી રહ્યાં છે, 75 પુરસ્કાર વિજેતાઓએ આજે એવોર્ડ સેરેમનીને બૉયકોટની ધમકી આપી છે.
2/4
રાષ્ટ્રપતિના મીડિયા સલાહકાર અશોક મલિકે કહ્યું કે રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કર્યા બાદ તેઓ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. પરંતુ જતા પહેલા તમામ પુરસ્કૃત લોકો સાથે એક ગ્રુપ ફોટો જરૂર લેશે. અત્યાર સુધી રાષ્ટ્રપતિ તમામ રાષ્ટ્રીય પુરસ્કાર પોતે આપતા હતા. આ વખતે પણ આમંત્રણ પત્ર પર આ જ સૂચના છે. આ વાતથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત થનારા કેટલાક લોકોમાં આક્રોશ છે.
3/4
મીડિયા રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ કોવિંદ પ્રોટોકોલ અનુસાર કોઈ પણ કાર્યક્રમને માત્ર એક કલાકનો સમય આપે છે. આ દરમિયાન જો તેઓ તમામ પુરસ્કૃત લોકોને પોતે સમ્માનિત ના કરી શકે તો બાકીના પુરસ્કાર કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની આપશે.
4/4
નવી દિલ્હી: 65માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શરુ થાય તે પહેલાજ મોટો વિવાદ શરૂ થયો છે. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્વારા કેટલાક ખાસ પુરસ્કારો આપવાની જાહેરાતથી પુરસ્કૃત થનારા અનેક લોકાએ નારાજગી વ્યક્ત કરી છે. કેટલાકે તો પુરસ્કાર ન લેવાની ચેતાવણી આપી છે. કારણે રાષ્ટ્રપતિ માત્ર 11 લોકોને પુરસ્કાર પ્રદાન કરશે.