બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલ જાણકારોનું કહેવું છે કે, એક ચેકની ક્લિયરિંગ પ્રોસેસિંગમાં અંદાજે 23 રૂપિયાનો ખર્ચ આવે છે. આ મામલે માત્ર પાંચ પૈસા જેવી બાકી રકમ માટે બેંકને અંદાજે 23 રૂપિયા અને ગ્રાહકને ત્રણ રૂપિયા ખર્ચ આવ્યો.
2/5
તેના પર પ્રોસેસિંગ ફી 3 રૂપિયા લાગી, જે બાકી રકમ કરતાં વધારે હતી. બેંક કર્મચારીઓનું કહેવું છે કે, કસ્ટમર એટીએમ સ્વાઈપ કરીને અથવા ઇન્ટરનલ મની ટ્રાન્સફરથી રકમ આપી શકતા હતા. પરંતુ આ ગ્રાહક બેલેન્સને લઈને ગંભીર છે. સમસ્યા એ પણ હતી કે બેંક કોઈપણ રીતે પેમેન્ટ લેવાની ના પાડી ન શકે. કસ્ટમર પાસે નોન સીટીએસ ચેક હતો તેનાથી જ પેમેન્ટ કરવામાં આવ્યું.
3/5
જ્યારે સતીશે પૂછ્યું કે હવે તો 5 પૈસાના સિક્કા ચલણમાં નથી તો આ પેમન્ટ કેવી રીતે કરવું. આ પાંચ પૈસાના ચક્કરમાં તેમના 25 હજાર રૂપિયા અટકી ગયા હતા. તેના પર કસ્ટમર કેર સ્ટાફે તેમને ચેકથી પેમેન્ટ કરવાની સલાહ આપી. ત્યાર બાદ સતીશે 15 માર્ચના રોજ 5 પૈસાનો ચેક જમા કરાવ્યો. ત્યાર બાદ જ તેમની ક્રેડિટ કાર્ડ સર્વિસ બંધ કરવામાં આવી.
4/5
તેમણે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે, કાર્ડ બંધ કરાવતા પહેલા બાકી રકમ ચૂકવવી પડશે. કસ્ટમગર કેરે તેમને જણાવ્યું કે, તેમના પર પાંચ પૈસાની રકમ બાકી છે. આ રકમ ચૂકવ્યા બાદ જ તેમને તેમની ડિપોઝિટની રકમ મળશે.
5/5
મૈસૂરઃ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે એક વ્યક્તિએ પાંચ પૈસાનો ચેક આપવો પડ્યો અને તેની પ્રોસેસિંગ પર બેંકે અંદાજે 23 રૂપિયા ખર્ચ કર્યા. મૈસૂરમાં આ મામલો સામે આવ્યો છે. મૈસૂરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વિજયનગર બ્રાંચમાં એસ. સતીશનું ખાતું હતું. પાંચ વર્ષ પહેલા તેણે 25 હજાર રૂપિયા જમા કરાવીને એક ક્રેડિટ કાર્ડ લીધું હતું. હવે સતીશ પોતાની ડિપોઝિટ પાછી લઈને ક્રેડિટ કાર્ડની સેવા બંધ કરાવવા માગતા હતા.