ચૂંટણી નહીં લડવા અંગે તેમણે સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે.
2/3
નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીને લઈ તમામ નાના-મોટા પક્ષોએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. પરંતુ આ બધાની વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપના ટોચના મહિલા નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 2019ની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
3/3
મધ્યપ્રદેશના વિદિશાથી સાંસદ સુષ્મા સ્વરાજે મંગળવારે ઈન્દોરમાં પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે પરંતુ એ તો પક્ષ જ નક્કી કરશે. મેં આ અંગે પક્ષના નેતાઓને પણ જાણ કરી દીધી છે.