શોધખોળ કરો
MP: 24 કલાકમાં દેવાના ડુંગર તળે દબાયેલ બે ખેડૂતોએ કરી આત્મહત્યા
1/3

પ્રથમ દૃષ્ટિએ ખેડૂતનું મોત કીટનાશક દવા પીવાથી થયાનું સામે આવ્યું છે. મૃતકના પુત્ર શેર સિંહે જણાવ્યું કે, તેમના પિતા પર ચાર લાખ રૂપિયાનું બેંકનું અને બે લાખ રૂપિયાનું અન્યનું દેવું હતું. તેના કારણે તે ઘણાં દિવસોથી પરેશાન હતા. દેવાથી પરેશાન થઈને તેમણે આપઘાત કરી લીધો. જોકે આ મામલે કોઈપણ સરકારી અધિકારી કેમેરા સામો બોલવા તૈયાર થયા ન હતા.
2/3

તમને જણાવીએ કે, સોમવારે જ રેહટી તાલુકામાં આવતા ગામ જાજનાના એક ખેડૂતો છ લાખ રૂપિયાના દેવાથી તંગ આવીને આપઘાત કર્યો હતો. જાણકારી અનુસાર ગ્રામ જાજના નિવાસી દુલચંદ (55) ગોવિન્દ કીરે સોમવારે જ પોતાના ઘરમાં કીટનાશક દવા પી લીધી હતી. મૃતકના પુત્ર શેર સિંહે જણાવ્યું કે, ઘરે કોઈ હતું નહી, તેમના પિતાએ આપઘાત કર્યાની જાણકારી મળ્યા બાદ તેમને રેહટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
Published at : 13 Jun 2017 11:13 AM (IST)
View More























