પ્રશાસને સ્થિતિને કાબૂમાં લેવા પુણે-બદલાપુર હાઈવે પર અતિરિક્ત દળ મોકલ્યું છે. જેનાથી સ્થિતિ પર કાબૂ મેળવી શકાય. પરંતુ ખેડૂતોએ પોલીસના કાફલાના વાહનોમાં પણ આગ લગાવી દીધી છે.
2/3
અગાઉ પણ મહારાષ્ટ્રના ખેડૂતોએ દેવું માફ કરવાને લઈને ઉગ્ર આંદોલન કર્યું હતું. મુખ્યમંત્રી દેવેંદ્ર ફડનવીસ સાથે વાતચીત કર્યા પછી ખેડૂતોએ અનિશ્ચિતકાળની હડતાળ સમાપ્ત કરી હતી. દેવા માફીને લઈને ખેડૂતોએ રાજમાર્ગ પર દૂધ ઢોળ્યું હતું.
3/3
મુંબઈ: દેશમાં ખેડૂત આંદોલન બંધ થવાનું નામ લેઈ રહ્યું નથી. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે મહારા,ટ્રમાં ખેડૂત આંદોલન ફરીથી ઉગ્ર બની ગયું છે. થાણે-બદલાપુર હાઈવે પર ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન કરી વાહનોમાં આગ લગાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે.