તેમણે કહ્યું કે, ભગવાન રામ સાથે કોઈને દુશ્મની નથી અને હોવી પણ ન જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ તેના સમાધાનનો અને તેને બનાવવાનો. જે દિવસે આવું થઈ જશે એક પથ્થર મુકવા હું પણ જઈશ. ઝડપથી તેનું સમાધાન હોવું જોઈએ. આ પહેલા સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સુનાવણી કરતાં કહ્યું કે, અયોદ્યા કેસ પર હવે આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ થશે. સુનાવણી માટે નવી બેંચની રચના થશે. નવી બેંચ નક્કી કરશે કે આ મામલે સુનાવણી કેવી રીતે થશે.
2/3
નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, આ મુદ્દાનું લોકોની સાથે ટેબલ પર ચર્ચા કરીને સમાધાન લાવવું જોઈએ. તેને કોર્ટમાં લઈ જવાની જરૂર નથી. મને પૂરો વિશ્વાસ છે કે વાતચીત દ્વારા જ તેનું સમાધાન લાવી શકાય. ભગવાન રામ સમગ્ર વિશ્વના છે, માત્ર હિન્દુઓના નથી.
3/3
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે બેંચની રચના પર સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. જ્યારે અયોધ્યા મામલે જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલે કોર્ટમાં જવાની જરૂર નથી. તેનું વાતચીતથી પણ સમાધાન થઈ શકે છે.