પોલીસનું કહેવું છે કે, પૉસ્ટર પર કોઇ પ્રેસ કે પ્રિન્ટીંગ એજન્સીનું નામ-એડ્રેસ નથી. જોકે પૉસ્ટરને સરકારી દિવાલ પર લગાવીને સુંદરતા અને સફાઇને ખરાબ કરી છે, એટલા માટે અજાણ્યા લોકો વિરુદ્ધ ડિફેસમેન્ટ એક્ટ (સંપતિ ખરાબ કરવાનો કાયદો) અનુસાર કેસ નોધી લેવામાં આવ્યો છે. અત્યારે પોલીસ આસસાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને પૉસ્ટર લાગવવા વાળા વિશે ભાળ મેળવવાની કોશિશ કરી રહી છે.
3/5
ગઇ રાત્રે પોલીસને મંદિર માર્ગ વિસ્તારમાં જે-બ્લૉકમાંથી આવું જ એક પૉસ્ટર મળી આવ્યું અને સંપત્તિ બગાડવાના કાયદા અંતર્ગત કેસ નોંધી લીધો. ઉલ્લેખનીય છે કે, પૉસ્ટર એનડીએમસી વિસ્તાર ઉપરાંત જુદાજુદા વિસ્તારોમાં દિવાલો પર જોવા મળ્યુ છે. હજુ પણ મંદિર માર્ગ વિસ્તારમાં આવા પૉસ્ટર લાગેલા છે.
4/5
આ પૉસ્ટર કેટલાય દિવસોથી સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યું છે. બીજેપી નેતાઓ આવા પૉસ્ટર્સ ગુસ્સે થયા અને ફરિયાદ પણ કરી દીધી છે. ત્યારબાદ ગુરુવારે રાત્રે દિલ્હી પોલીસે આની તપાસ કરી અને એફઆઇઆર નોંધી છે.
5/5
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા વાળા કેટલાક એવા પૉસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના પર વિવાદ થઇ ગયો છે. દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ચોંટાડાયેલા આ પૉસ્ટર્સ પર પીએમ મોદીની તસવીરની સાથે 'ધ લાઇ લામા' (The Lie Lama) લખવામાં આવેલું છે.