સીબીઆઈએ સપ્ટેમ્બર 2012માં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તમામ પાંચેય દોષિતની ધરપકડ કરવામાં આવી છે અને સજા પર દલીલ અને ચર્ચા ત્રણ ડિસેમ્બરે થશે. દોષિઓને વધુમાં વધુ સાત વર્ષની સજા થઈ શકે છે.
2/4
કોર્ટે કંપનીના મુખ્ય ડિરેક્ટર વિકાસ પટાની અને તેમના અધિકૃત સહી કરનાર આનંદ મલિકને પણ દોષિત ગણાવવામાં આવ્યા છે. કેસ પશ્ચિમ બંગાળના મોઈરા અને મધુજોર (ઉત્તર અને દક્ષિણ) કોલ બ્લોકના વીએમપીએલને કરવામાં આવેલ ફાળવણીમાં કથિત અનિયમિતતા સંબંધિત છે.
3/4
નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે શુક્રવારે પૂર્વ કોલ સચિવ એચ સી ગુપ્તાને કોલસા કૌભાંડના એક કેસમાં ભ્રષ્ટાચાર અને આપરાધિક ષડયંત્રનો દોષિત ગણાવ્યા છે. આ કેસ પશ્ચિમ બંગાળના કોલ બ્લોકની ફાળવણી સંબંધિત છે.
4/4
વિશેષ સીબીઆઈ જજ ભરત પારાશરે ગુપ્તા ઉપરાંત ખાનગી કંપની વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ, એક સેવારત અને એક સેવા નિવૃત્ત સરકારી અધઇકારી, કોલ મંત્રાલયના પૂર્વ સંયુક્ત સચિવ કે એસ ક્રોફા અને કોલસા મંત્રાલયમાં તત્કાલીન ડિરેક્ટર (સીએ 1) કે સી સામરિયાને કેસમાં દોષિત ગણાવવામાં આવ્યા છે.