શોધખોળ કરો
આ બોલીવુડ એક્ટરની બહેન નહીં લડે લોકસભા ચૂંટણી, રાહુલ ગાંધીને પત્ર લખીને જણાવ્યું કારણ
1/3

બે વખત સાંસદ રહી ચુકેલી પ્રિયા દત્તે ચૂંટણી ન લડવા માટે અંગત કારણ જણાવ્યું છે. પરંતુ પક્ષમાં ચાલતા આંતરિક વિવાદના કારણે તેને ચૂંટણી નહીં લડવાનો ફેંસલો લીધો હોવાનું કહેવાય છે. આ પહેલા ભાજપમાંથી સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લઇ ચુક્યા છે.
2/3

પ્રિયાએ અચાનક ચૂંટણી નહીં લડવાનો ફેંસલો કરતાં કોંગ્રેસે અત્યારથી જ આ સીટ પર નવા ઉમેદવારનું નામ વિટારવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ આ સીટ પરથી કોઇ ફિલ્મ સ્ટારને ઉતારી શકે છે.
3/3

મુંબઈઃ બોલીવુડ એક્ટર સંજય દત્તની બહેન અને કોંગ્રેસની પૂર્વ સાંસદ પ્રિયા દત્તે 2019ની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેણે મુંબઈની નોર્થ સેન્ટ્રલ સીટ પરથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈમેલ કરી લોકસભા ચૂંટણી નહીં લડે તેમ કહ્યું છે.
Published at : 07 Jan 2019 10:03 PM (IST)
View More
Advertisement
Advertisement





















