રાણેએ દાવો કર્યો કે, બાલ ઠાકરેએ 2001માં ઠાણેના શિવ સેના પ્રમુખ આનંદ દિધેની હત્યા કરાવી હતી. બાલા સાહેબ ઠાકરેના કર્જત ફાર્મ હાઉસ પર કોને કોને મારવામાં આવ્યા છે, હું બધું જ જાહેરમાં જ જણાવીશ, આમ કરવા માટે મને મજબૂર ન કરો. તેના પર શિવસેનાની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ શિવસેનાની પ્રતિક્રિયા મળી નથી શકી.
2/3
રાણે શિવસેના સાંસદ વિનાયક રાઉતના આરોપ પર પ્રતિક્રિયા આપી રહ્યા હાત. રાઉતે કહ્યું હતું કે, નારાયણ રાણેના 10 વર્ષના રાજનીતિક જીવનમાં એ 9 લોકોની હત્યા કોણે કરી? તાકાત હોય તો નારાયણ રાણે તેનો જવાબ આપે. અમારી નિષ્ઠા ધન પર નથી, અમારી નિષ્ઠા સ્વાર્થ પર નથી.
3/3
મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના દીકરા નીલેશ રાણેએ દિવંગત બાલ ઠાકરે પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે, ઠાકરે ગાયક સોનૂ નિગમની હત્યા કરાવવા માગતા હતા. તેણે કહ્યું, ''સોનૂ નિગમને મારવા માટે ઘણી વખત ષડયંત્ર રચવામાં આવ્યું. તેને પૂછો, હવે બાલાસાહેબ નથી. હવે તો તે જણાવી શકે છે. બાલા સાહેબના કહેવા પર કેવા કેવા શિવસૈનિક સોનૂ નિગમને મારવા ગયા હતા. શું સંબંધ હતો બાલા સાહેબ અને સોનૂ નિગમની વચ્ચે? આ મુદ્દે મારું મોઢું ન ખોલાવો.''