ભાજપની સાંસદ હેમા માલિનીએ વિતેલા વર્ષે મથુરામાં એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે જોડાયેલ અનેક રહસ્યો ખોલ્યા હતા. હેમા માલિનીએ જણાવ્યું કે. અટલ બિહારી વાજપેયીને તેની એક ફિલ્મ એટલી પસંદ આવી કે તેમણે 25 વખત જોઈ હતી. આ ફિલ્મ 1972માં આવેલ સીતા અને ગીતા હતી.
2/3
હેમા માલિની ત્યારે જ આ સમગ્ર કિસ્સાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મને યાદ છે કે એક વખત મેં પદાધિકારીઓને કહ્યું કે, હું ભાષણોમાં અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કર્યું છું પરંતુ તેમને ક્યારેય મળી નથી, મારે મળવું છે. ત્યારે તે મને મળવા લઈ ગયા. પરંતુ મને લાગ્યું કે અટલ બિહારી વાજપેયી વાત કરવામાં અચકાતા હતા. તેના પર મેં ત્યાં હાજર એક મહિલાને પૂછ્યું કે શું થયું. અટલજી, યોગ્ય રીતે વાત કેમ નથી કરી રહ્યા. તેમણએ જણાવ્યું કે, વાત એમ છે કે, તેઓ તમારા ખૂબ મોટા ફેન છે. તેમણે 1972માં તમારી ફિલ્મ ‘સીતા અને ગીતા’ 25 વખત જોઈ હતી. માટે તે અચાનક તમને સામે જોઈને અચકાઈ રહ્યા છે.
3/3
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની એમ્સમાં લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. વાજપેયી ખબર અંતર જાણવા માટે એમ્સમાં નેતાઓની લાઈન લાગી છે. દેશભરમાં લોકો તેમના દિર્ધાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે તેમની સાથે એક રસપ્રદ કિસ્સો યાદ આવે છે. નેતા હોવાની સાથે સાથે વાજપેયી કલમના પણ જાદુગર હતા. તેમની લખેલી કવિતાઓ આજે પણ મનમાં જોશ ભરવા માટે પૂરતી છે. વાજપેયી લખવા-વાંચવા ઉપરાંત ફિલ્મ જોવાનું પણ પસંદ કરતા હતા અને તે પણ એક્ટ્રેસ હેમા માલિનીની ફિલ્મો. હેમા માલિકીના એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો કે વાજપેયી તેના મોટા ફેન હતા.