Kumar Kanani: ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને ભોગવવાનું કેમ સામાન્ય જનતાએ? MLAનો ફરી લેટર બોંબ
ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત પત્રને લઈ ચર્ચામાં આવ્યા છે. કુમાર કાણાની દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં પત્ર લખવામાં આવ્યો છે. આ વખતે ધારાસભ્ય કુમાર કાણાનીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સારવાર કરાવવા માટે એપ્રુવલ લેવા દર્દીઓને પડતી હાલકી મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આવા નવા કુમાર કાનાણી દ્વારા પ્રજા હિતમાં જે તે સંબંધિત વિભાગ ને પત્ર લખી પ્રજાહિતના કામ કરાવવા સરકારી તંત્રના કાન આમળવામાં આવે છે. જ્યાં ફરી એક વખત ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યું છે. ધારાસભ્ય કુમાર કાણાની એ આ વખતે રાજ્ય અને કેન્દ્ર સરકારની આયુષ્માન કાર્ડ યોજના હેઠળ આરોગ્ય લક્ષી સેવા ની એપ્રુવલ મેળવવા માટે દર્દીઓને પડી રહેલી હાલાકી મુદ્દે રજૂઆત કરી છે..
કુમાર કાનાણીએ જણાવ્યું છે કે સરકારી યોજના નું કોઈ ગેરલાભ ન ઉઠાવે તે માટે સરકારી તંત્ર તરફથી કડક ગાઈડ લાઈન અને ચુસ્ત નિયમો બનાવવામાં આવે તે સારી બાબત છે. પરંતુ તેના કારણે જે સાચા લાભાર્થીઓ છે તે આરોગ્યની સેવાથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી પણ સરકારી તંત્રની રહેલી છે.ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર દ્વારા નવી એજન્સીને કામ સોંપી એસ ઓ પી જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારની આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારની બીમારીમાં ઓપરેશન કરાવવા માટેની એપ્રુવલ લેવા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. કેટલાક દર્દીઓ હજી પણ હોસ્પિટલના બેડ ઉપર છે. જે દર્દીઓ કાર્ડ માટેની એપ્રુવલ મળે તેની વાટ જોઈ રહ્યા છે. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના કારણે સારવાર મેળવવામાં દર્દીઓને રિતસર ની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.