શોધખોળ કરો
દિલ્હી: કરોલબાગની ફેક્ટ્રીમાં ભીષણ આગ, 4 લોકો જીવતા સળગી ગયા

1/3

નવી દિલ્હી: દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં કપડાની ફેક્ટરીમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી, જેમાં ત્યાં કામ કરી રહેલા ચાર લોકો જીવતા ભડથું થયા હતા. પ્રાથમિક જાણકારી મુજબ, આગ કરોલબાદ સ્થિત કપડાની ફેક્ટ્રીની પ્રેસ યુનિટમાં લાગી હતી. થોડીવારમાં આગ સમગ્ર ફેક્ટ્રીમાં ફેલાઈ ગઈ હતી.
2/3

આગ લાગવાનું કારણ હાલ જાણી નથી શકાયું. ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ, આગ લાગવાના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે, પરંતુ તેનો ખ્યાલ તપાસ બાદ જ લાગશે.
3/3

આ ઘટના બાદ ફાયર ફાઇટરના કાફલાને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, ફેક્ટરીમાં કામ કરનાર લોકોને બચાવી શકાયા નથી. ફાયર બ્રિગેડે આ ઘટનામાં ફેક્ટરીમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હાલ આ ઘટનામાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
Published at : 19 Nov 2018 04:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
