કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારીકર આ સંબંધમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી ચુક્યા છે. પારીકરે એક રેલીમાં કહ્યું છે કે, કેશલેસ સમાજનું નિર્માણ થાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે. આને પૂર્ણ કરવામાં ગોવા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર છે. ૩૧મી ડિસેમ્બર સુધી ગોવાને કેશલેસ રાજ્ય બનાવી દેવા માટે ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આમા સફળતા હાથ લાગે તેમ માનવામાં આવે છે. હાલમાં કેશલેસ ઇકોનોમીને લઇને ચર્ચા ચરમસીમા પર છે.
2/4
ખરીદ વેચાણના વ્યવહારો માટે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોન પરથી 99# ડાયલ કરવાનું રહેશે, તે પછી મળતી સચનાઓે અનુસરતાં તમારો નાણાંકીય વ્યવહાર સંપન્ન થઈ શકશે. શ્રીવાસ્તવનું કહેવું છે કે, બેંકમાં નોંધણી કરાવનાર દરેક કારોબારીને એક એમઆઈ કોડ આપવામાં આવશે.
3/4
કેશલેસ રાજ્ય બનાવાની યોજના પર હાલમાં ખુબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ કેશ ટ્રાન્ઝેક્શનને બંધ કરવામાં આવશે નહીં. ગોવાના મુખ્ય સચિવ આરકે શ્રીવાસ્તવે કહ્યું છે કે, ખરીદદારી કરવાની સ્થિતિમાં પૈસા સીધી રીતે ગ્રાહકના બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, કારોબારીઓ, નાના દુકાનદારો, ગ્રાહકોને આના માટે જાગૃત કરવા અને શિક્ષિત કરવાની ઝુંબેશ આવતીકાલથી શરૂ થશે.
4/4
પણજી: 31 ડિસેમ્બરથી ગોવા દેશનું પ્રથમ કેશલેસ રાજ્ય બની જશે. એવી શક્યતા છે કે, ૩૧મી ડિસેમ્બર બાદ ગોવાના લોકો ફીસ, શાકભાજી અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી પોતાના મોબાઇલ મારફતે જ કરી શકશે. નોટબંધી અમલી કરવામાં આવ્યા બાદથી સમગ્ર દેશમાં કેશલેસ ઇકોનોમીને લઇને ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ મોબાઇલને જ પોતાની બેંક બનાવી લેવા માટે અપીલ કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં ગોવાના આ પગલાને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.