ઉપરાંત, ઇન્કમટેક્સ વિભાગની રેડમાં પુરુષો પાસેથી 100 ગ્રામ ગોલ્ડ મળશે તો તેના પર કોઇ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવશે નહીં. ઉપરાંત તેને જપ્ત પણ કરાશે નહીં.
2/3
નાણા મંત્રાલયે જણાવ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગની રેડ દરમિયાન પરણિત મહિલાઓ પાસેથી 500 ગ્રામ ગોલ્ડ કરતા વધુ મળે તો તે જપ્ત કરવામાં આવશે. જ્યારે અપરણિત મહિલાઓ 250 ગ્રામ ગોલ્ડ રાખી શકશે.
3/3
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સોના પર ટેક્સ લગાવવા અને તેની ખરીદીની મર્યાદા નક્કી કરવાની તૈયારી કરી રહી છે તેવી અફવાઓ પર નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. આજે જાહેર કરવામાં આવેલા એક નિવેદન પર નાણા મંત્રાલયે જણાવ્યુ હતું કે, પોતાના ઘરમાં રાખેલા સોના પર કોઇ ટેક્સ લગાવવામાં આવશે નહીં. તે સિવાય વારસાગત મળેલા સોનાના ઘરેણા પર પણ કોઇ ટેક્સ લગાવવામાં આવશે નહીં.