પદ્મભૂષણ અવોર્ડ જે લોકોને મળ્યા છે તેમાં અકાલી દળના નેતા સુખદેવ સિંહ ઢીંઢસા, પ્રવીણ ગોરધન, મહાશય ધર્મપાલ ગુલાટી, દર્શન લાલ જૈન, લક્ષ્મણ રાવ કુકડે, પશ્ચિમ બંગાળથી બુદ્ધાદિત્ય મુખર્જીને કળા, સંગીતના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર મળશે. આ સાથે જ મોહનલાલ વિશ્વનાથન, શ્રી નાંબી નારાયન, શ્રી કુલદીપ નાયરને (મરણોપરાંત), બચંદ્રી પાલ, વી કે શુંગલૂ, હુકુમદેવ નારાયણને પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
2/4
અભિનેતા મનોજ વાજપેયી, ફુટબોલર સુનીલ છેત્રી, કોરિયોગ્રાફર પ્રભુદેવા3 અને ક્રિકેટર ગૌતમ ગંભીર, અભિનેતા કાદર ખાન, પહેલવાન બજરંગ પૂનિયા સહિત કુલ 94 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
3/4
લોક કલાકાર તીજન બાઈ, જિબૂતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ, એલ એંડ ટીના અધ્યક્ષ એ એમ નાઈક સહિત ચાર લોકોને પદ્મ વિભૂષણ સમ્માન મળ્યું છે.
4/4
રાષ્ટ્રપતિએ 112 પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. જેમાં 4 પદ્મભવિભૂષણ, 14 પદ્મભૂષણ અને 94 પદ્મશ્રી સામેલ છે. જેમાં 21 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર છે. જેમાં દિગ્ગજ પત્રકાર કુલદીપ નાયર (મરણોપરાંત), ક્રિકેટર ગૌતમ ગંભીર, કોરિયોગ્રાફર પ્રભુદેવા અને અભિનેતા કાદરખાન (મરણોપરાંત) પણ સામેલ છે.