શોધખોળ કરો
પાસપોર્ટ બનાવવા માટે નિયમોમાં થયા ધરખમ ફેરફાર, જાણો જન્મના પૂરાવા તરીકે હવે શું-શું માન્ય રહેશે
1/6

નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં અગાઉના નિયમો પ્રમાણે ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ પછી જન્મેલા લોકોને પાસપોર્ટ બનાવવા માટે જન્મ પ્રમાણ પત્ર આપવાનું અનિવાર્ય હતું પણ સરકારે હવે આ નિયમમાં પરિવર્તન લાવી દીધું છે. જેમાં હવે પાસપોર્ટ માટે અન્ય દસ્તાવેજો પણ જન્મના પ્રમાણ તરીકે માન્ય ગણાશે. જેમાં બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ અને તમારા છેલ્લા શિક્ષણનું પ્રમાણ પત્ર માન્ય ગણાશે. પરંતુ આ દસ્તાવેજો ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તમે કોઈ માન્યતા પ્રાપ્ત સ્કુલમાંથી શિક્ષણ મેળવ્યું હોય.
2/6

માઈનોર્સ માટે પાસપોર્ટ હવે માતા કે પિતામાંથી કોઈ એકના કાગળોના આધારે બની શકશે. હવે પાસપોર્ટ બનાવવામાં મેરેજ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. જ્યારે સાધુ સંતો પોતાના માતાપિતાના સ્થાને ગુરુનું નામ આપી શકશે. આ સાથે સાધુ સંતોએ એક ઓળખપત્ર અને સેલ્ફ ડિકલેરેશન પણ આપવું પડશે. સરકારી કર્મચારીઓ કે જેમને આઈડેન્ટિટી સર્ટિફિકેટ કે નો ઓબ્જેક્શન સર્ટિ. તેમના સંબંધિત વિભાગ કે માલિક પાસેથી મળતું ન હોય અને અરજન્ટ પાસપોર્ટની જરૂર હોય તો તેઓ પણ સેલ્ફ ડિક્લેરેશન આપી શકે છે. આવા લોકોએ તેમના માલિક કે કંપની કે વિભાગને એમ લખવાનું રહેશે કે તે પાસપોર્ટ માટે અરજી કરી રહ્યા છે.
Published at : 24 Dec 2016 07:02 AM (IST)
View More























