રાજસ્થાનથી ઉદેપુર હાર્દિક સવારે 8 વાગે નીકળ્યો ત્યારે નીમચ પાસે તેની અટકાયત કરાઈ હતી. અને પોલીસને તેને સમજાવી પાછા ફરી જવા કહ્યું હતું, ત્યારે હાર્દિકે પોલીસને જણાવ્યું હતું કે, હું ત્યાં ખેડૂતોને ન્યાય મળે તે માટે જઈ રહ્યો છું. તેમ છતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
2/3
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ પોલીસે હાર્દિક પટેલ અને અન્ય 15ની ધડપકડ કરવામાં આવી હતી. તેની નીમચ પાસે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને લાગી રહ્યું હતું કે મંદસૌરમાં રાહુલ ગાંધી આવે ત્યારે સ્થિતિ બગડી હતી. તેમ જ હાર્દિક પટેલ મંદસૌર પહોંચીને ત્યાંના ખેડૂતોને મળે તો પાછું અનામત આંદોલનને વેગ મળશે જેથી હાર્દિકની મધ્યપ્રદેશની પોલીસે પોતાનું વાહન વ્રજમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે હાર્દિક પટેલ અને તેના 15 સાથીઓને કલાકોમાં છોડી મૂક્યા હતા. અને તે હાલ ઈન્દૌર જવા રવાના થયો છે.
3/3
અમદાવાદઃ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ અને અન્ય કાર્યકરો સાથે મંદસૌર ખેડૂત પરિવારને મળવા માટે નીકળ્યો હતો. તે મંદસૌર જવાનો હોવાથી રાજસ્થાન-મધ્યપ્રદેશ બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી. તેમજ તે પહોંચતા તેને બોર્ડર પાસે અટકાયત કરવામાં આવી હતી. પરંતુ મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કર્યા પછી કલાકોમાં છોડી મૂક્યો હતો. અને તે ઈન્દૌર જવા રવાના થયો હતો.