નવી દિલ્હીઃ લોકસબામાં પોતાના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસ સરકાર પર હુમલો કરતાં દાવો કર્યો હતો કે તેની સરકારે ખેડૂતોની લોનમાફીનું વચન પૂરું કર્યું નથી. જોકે, પ્રધાનમંત્રીના દાવા પર કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વળતો પ્રહાર કર્યો છે. પ્રધાનમંત્રીના 60 હજારના આંકડાની સામે કુમારસ્વામીએ કહ્યું કે, તેની સરકારે 4 લાખ ખેડૂતોને લોનમાફીનો લાભ પહોંચાડ્યો છે.
2/3
પ્રધાનમંત્રીના આરોપનો જવાબ કુમારસ્વામીએ તથ્યો સાથે જવાબ આપ્યો. તેણે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે અત્યાર સુધી 1900 કરોડ રૂપિયા 4 લાખ ખેડૂતોને આપવામાં આવ્યા છે. ફેબ્રુઆરી સુથી તમામ ખેડૂતોને લોનમાફીનો પ્રથમ હપ્તો મળી જશે. તેમણે તેની સંપૂર્ણ જાણકારી જાણવા માટે એક લિંક પણ શેર કરી. કુમારસ્વામીએ લખ્યું કે, નરેન્દ્ર મોદી લોકતંત્રના મંદિરથી દેશને ગુમરાહ કરી રહ્યા છે.
3/3
લોનાફી પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કર્માટક સરકારે ખેડૂતો માટે લોનમાફીની જાહેરાત કરી હતી પરંતુ 43 લાખ લોકોને તેનો લાભ મળવાની જગ્યાએ માત્ર 60 હજાર ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. એમપી અને રાજસ્થાનમાં પણ લોનમાફીનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ હજુ સુધી ડોક્યુમેન્ટ જ તૈયાર નથી.