બીજી સ્કીમ 2 લાખ રૂપિયાની આવક વાળા માટે હશે, જેનું નામ સૌભાગ્ય સ્કીમ હશે. આની સાથે 2 લાખથી વધુ આવક વાળા બધા વર્ગો માટે સર્વોદય સ્કીમ લાવવામાં આવશે. ગરીબી રેખાની નીચે આવનારા અને 2 લાખથી ઓછી આવક વાળાઓનું પ્રીમિયમ સરકાર ભરશે. આનાથી વધુ આવક વાળાઓને હેલ્થ ઇન્શ્યૉરન્સ માટે પ્રીમિયમ લેવામાં આવશે, જોકે તે મામૂલ હશે.
2/4
સુત્રોનું કહેવું છે કે, હેલ્થ ઇન્શ્યૉરન્સ સ્કીમ ત્રણ પ્રકારની હશે. પહેલી સ્કીમમાં ગરીબી રેખાની નીચે વાળાને ઇન્શ્યૉરન્સ કરવ આપવામાં આવશે.
3/4
સુત્રો અનુસાર બધાને હેલ્થ ઇન્શ્યૉરન્સ આપવા માટે 5000 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવશે. સરકારની આ યોજના અંતર્ગત પ્રાઇવેટ વીમા કંપનીઓને મોટો રૉલ મળી શકે છે. સુત્રો અનુસાર, ટ્રસ્ટ બનાવીને સ્વાસ્થ્ય વીમા આપવા પર પણ વિચાર કરાઇ રહ્યો છે. હેલ્થ ઇન્શ્યૉરન્સ સેન્ટ્રલ સ્પૉન્સર્ડ સ્કીમ અંતર્ગત આપવામાં આવશે. આમાં કુલ ખર્ચનો 60 ટકા કેન્દ્ર અને 40 ટકા ભાગ રાજ્ય ઉઠાવશે.
4/4
નવી દિલ્હીઃ મોદી સરકારના 1લી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં દેશના નાગરિકોને બેસ્ટ ગિફ્ટ મળી શકે છે. સરકાર લોકોને હેલ્થ ઇન્શ્યૉરન્સની ભેટ આપી શકે છે, એટલે દરેક નાગરિકને હેલ્થ ઇન્શ્યૉરન્સ આપવામાં આવશે જેથી કોઇપણ પ્રકારની બિમારી થવાથી તેનો ઇલાજ મળવામાં પરેશાની ના થાય. હેલ્થ ઇન્શ્યૉરન્સ કવર 3 થી 5 લાખ રૂપિયાનું હોઇ શકે છે.