ગંગામાં સતત જળસપાટી વધી રહી છે જેના કારણે બનારસ ઘાટ કિનારે કેટલાય મંદિરોમાં પાણી ઘૂસી ગયું છે. પહાડો પર થઇ રહેલો ભારે વરસાદ ઉત્તરપ્રદેશ માટે તબાહી સર્જી શકે છે.
2/8
શિવાલિક પહાડીઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પુરની સ્થિતિ બની ગઇ છે. વળી કેટલાય વિસ્તારોમાં પાણી પુરજોશમાં વહી રહ્યુ છે.
3/8
મધ્યપ્રદેશના જાબુઆનું ખરડબડી ગામમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે એક કાચુ મકાન ધરાશાયી થઇ ગયું છે. જોકે, કોઇ જાનહાનિની ઘટના સામે આવી નથી.
4/8
વળી, ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સિદ્ધપીઠ માં શાકમ્ભરી દેવીન દર્શન કરવા આવેલા કેટલાય શ્રદ્ધાળુઓ ભારે વરસાદના કારણે ફંસાઇ ગયા છે. કેટલીય જગ્યાએ નદી-નાળા છલકાઇ ગયા છે.
5/8
વળી, જુદીજુદી જગ્યાઓએ પાણી ભરાવવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
6/8
આગરામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. શહેરમાં પાણીજ પાણીનો માહોલ સર્જાઇ ગયો છે. ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે.
7/8
ઉત્તરખંડના ટનકપુરમાં પણ ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. વાહનવ્યવહાર અને સ્કૂલ-કૉલેજ અને ધંધા-રોજગારી બંધ થઇ ગયા છે.
8/8
નવી દિલ્હીઃ વરસાદે ગુરુવારે દેશભરમાં લોકોને હેરાન-પરેશાન કરી દીધા, કેટલાય જિલ્લામાં સ્કૂલોમાં રજાઓ આપી દેવામાં આવી તે કેટલીક જગ્યાઓમાં લોકો માટે ફરી એકવાર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું. સૌથી ખરાબ હાલત પર્વતીય રાજ્યોની છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમં જિલ્લા તંત્રએ એલર્ટ આપી દીધુ છે અને લોકોને ચેતાવણી આપી દીધી છે કે નદી-નાળાની આસપાસ ના જાય. જિલ્લામાં પાર્વતી ઘાટીમાં મણિકર્ણની સાથે બ્રહ્મગંગા નાળામાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ વિકટ બની ગઇ છે.