શોધખોળ કરો
મુંબઈમાં મેઘરાજાનું મેઘતાંડવ: જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, આવી છે તસવીરો
1/11

2/11

3/11

4/11

5/11

6/11

7/11

રેલવે અધિકારીઓનું કહેવું છે કે, બાકી વિસ્તારોમાં ટ્રેન સેવા પર કોઈ અસર નથી પડી. બીજી તરફ હવામાન વિભાગે સોમવારે 15 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં વરસાદ રોકાવાથી રવિવારે 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની પાર થઈ ગયું હતું.
8/11

ભારે વરસાદના કારણે રવિવારે બસ સેવાઓ પણ રોકી દેવામાં આવી હતી. ઘાટકોપર સ્ટેશન સ્થિત એક બ્રિજ પર તિરાડો પડી ગઈ છે, જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો.
9/11

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ અને થાણેમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેની સાથે જોડાયેલી ઘટનાઓમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. નાલા સોપારા, વસઈ, નવી મુંબઈ અને થાણેના અનેક વિસ્તારોમાં સોમવારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાલા સોપારામાં રેલવે ટ્રેક પર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન ધીમી ચાલી રહી છે.
10/11

હવામાન વિભાગ મુજબ, રવિવાર સવારે 8.30 વાગ્યાથી સોમવાર સવારે 8.30 વાગ્યા સુધીમાં કોલાબામાં 170.6 મિલીમીટર અને સાંતાક્રૂઝમાં 122 મિલીમીટર વરસાદ પડ્યો છે.
11/11

મહાનગરના દાદર, સાયન, માટુંગા, બાંદ્રા, ખાર, સાંતાક્રૂઝ, કાંદીવલી, બોરીવલી અને કોલાકા સહિત અનેક વિસ્તારોમાં સોમવાર સવારથી ભારે વરસાદ ચાલુ છે. માટુંગા અને કિંગ સર્કલ રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા. મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડએ મુંબઈની તમામ સ્કૂલ-કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી હતી.
Published at : 09 Jul 2018 12:55 PM (IST)
View More
Advertisement
Advertisement





















