હેમા માલિનીએ કહ્યું કે, સાસંદ બની તે પૂર્વે પણ પાર્ટી માટે ઘણું કામ કર્યું છે. હવે સાંસદ બન્યા બાદ મને લોકો માટે કામ કરવાનો અવસર મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પોતાના મતવિસ્તારમાં રસ્તાઓનું નિર્માણ સહિત અનેક કાર્ય કર્યા છે. પીએમ મોદીના કાર્યના વખાણ કરતા કહ્યું કે તેઓએ ખેડૂતો, ગરીબો, મહિલાઓના કલ્યાણ માટે ઘણા કામો કર્યા છે અને દેશ તેમના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. દેશને આવા પ્રધાનમંત્રી મળવું મુશ્કેલ છે.
2/4
નવી દિલ્હી: ભાજપ સાંસદ અને જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ દાવો કરતા કહ્યું કે તેઓ ઈચ્છે ત્યારે મુખ્યમંત્રી બની શકે છે. પરંતુ તેમને મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી, તેનાથી હું બંધાઈ જઈશ અને તેના કારણે મારી આઝાદી છીનવાઈ જશે. હેમા માલિનિને બાંસવાડા પ્રવાસ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે જો તેઓને તક મળે તો શું તેઓ મુખ્યમંત્રી બનશે.
3/4
હેમા માલિનીએ કહ્યું કે તેમણે પોતાના મતવિસ્તારમાં ઘણા કામો કર્યા છે. તેમને કૃષ્ણ નગરી ના બૃજવાસીઓના લોકો માટે કામ કરવું ગમે છે. હેમા માલિનીનું કહેવું છે કે તેને બોલીવૂડમાં મળેલી પ્રસિદ્ધિના કારણે ઓળખવામાં આવે છે અને તેમને સાસંદ બનવામાં પાછળ પણ આ પ્રસિદ્ધીની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
4/4
ઉત્તરપ્રદેશના મથુરાના સાંસદ હેમામાલિનીએ બાંસવાડામાં સંવાદદાતાઓ સાથે વાતચતી કરતા તેમને પૂછવામાં આવ્યું હતું કે, જો તેઓને તક મળે તો શું તેઓ મુખ્યમંત્રી બનશે. તેનો જવાબ આપતા હેમા માલિનીએ કહ્યું કે, મને તેનો શોખ નથી, જો હું ઈચ્છું તો એક મિનિટમાં બની શકું છું. પરંતુ તેનાથી હું બંધાઈ જઈશ અને તેના કારણે મારી આઝાદી છીનવાઈ જશે.