આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ વડાપ્રધાન ઓફિસ પાસે કેન્દ્ર સરકારની રચના થઇ ત્યારથી લઇને આજ સુધી વિવિધ જાહેરાતો પાછળ થયેલા ખર્ચની માંગણી કરી હતી.કેન્દ્ર સરકારના બ્યૂરો ઓફ આઉટરીટ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના નાણાકીય સલાહકાર તપન સૂત્રધરે એક,જૂન 2014થી લઇને અત્યાર સુધી આપવામાં આવેલી જાહેરાતોની જાણકારી આપી હતી. જેમાં એક જૂન 2014થી લઇને 31 માર્ચ 2015 દરમિયાન 424.85 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા, 448.97 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને 79.72 કરોડ રૂપિયા બહારના પ્રચાર પર ખર્ચ કરવામાં આવ્યા છે.
2/4
વર્ષ 2015-2016 નાણાકીય વર્ષમાં 510.69 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા, 541.99 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને 118.43 કરોડ રૂપિયા અન્ય જાહેરાતો પાછળ ખર્ચ કર્યા હતા. વર્ષ 2016-17 નાણાકીય વર્ષમાં 463.38 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા, 613.78 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને 185.99 કરોડ રૂપિયા અન્ય પ્રચાર ખર્ચ પર વાપર્યા હતા
3/4
છેલ્લા વર્ષેના આંકડા જણાવે છે કે આ વર્ષે પ્રચારના ખર્ચમાં ઘટાડો થયો છે. એક એપ્રિલ 2017થી 7 ડિસેમ્બર 2017 દરમિયાન 333.23 કરોડ રૂપિયા પ્રિન્ટમીડિયા પર પ્રચાર પર ખર્ચ કર્યા છે. એક એપ્રિલ 2017થી 31 માર્ચ 2018 દરમિયાન ઇલેક્ટ્રોનિક મીડિયા પર 475.13 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને અન્ય માધ્યમોમાં પ્રચાર પર 147.10 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
4/4
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીની સરકારે છેલ્લા 46 મહિનામાં જાહેરાતો પાછળ 4343.26 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. જોકે, આ મુદ્દે ટીકા થયા બાદ આ વર્ષે આ પ્રકારના જાહેરાતો પાછળના ખર્ચમાં 25 ટકાનો ઘટાડો થયો હતો. 2016-17માં મોદી સરકારે કુલ 1263.15 કરોડ રૂપિયાનો પ્રચાર ખર્ચ કર્યો હતો.