શોધખોળ કરો
ભારતીય સેનાએ 24 કલાકમાં લીધો શહીદીનો બદલો, LoCમાં ઘૂસીને ઠાર કર્યા 2 પાકિસ્તાની સૈનિક
1/5

2/5

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને હમણાં જ થોડાક દિવસો પહેલા જ બાંદીપોરાના ગુરેજ સેક્ટરામાં સીઝફાયર તોડ્યું હતું. આ દરમિયાન કેટલાય આતંકીઓએ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. થોડીક વાર ચાલેલી અથડામણમાં બે જવાન શહીદ થયા હતા
3/5

નવી દિલ્હીઃ આજે પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે, કાલે ભારત પણ આઝાદી દિવસ મનાવશે પણ આ પ્રસંગે પણ પાકિસ્તાન પોતાની હરકતોથી બાઝ નથી આવી રહ્યું. 14 ઓગસ્ટે સવારે પાકિસ્તાને કુપવાડાના ગંગાધર વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.
4/5

સોમવારે સાંજે જ કુપવાડાના ગંગાધરમાં આતંકીઓની સાથે અથડામણમાં એક જવાન શહીદ થઇ ગયો હતો. આતંકી અથડામણ દરમિયાન ત્યાંથી ભાંગી છુટ્યા હતા.
5/5

પાકિસ્તાન તરફથી ભારતની અનિલ પૉસ્ટ, ચિતક પૉસ્ટ અને બ્લેક રૉક પૉસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું. સવારે લગભગ 7.15 વાગે પાકિસ્તાને સીઝફાયર તોડ્યુ, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો, ભારતની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની જવાનોનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને એક દિવસ પહેલા સીઝફાયર તોડ્યું હતું, જેમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો.
Published at : 14 Aug 2018 12:50 PM (IST)
Tags :
Indian ArmyView More





















