ઇન્ડિયન આર્મીના એક ઉચ્ચ અધિકારીએ શનિવારે કહ્યું કે, લગભગ 300 જેટલા આતંકીઓ કાશ્મીર ઘાટીમાં એક્ટિવ છે, જ્યારે 250થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે, પણ સેના તેમના ઇરાદાને પુરો નહીં થવા દે. સેનાના 15મીં કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનેન્ટ જનરલ એ કે ભટ્ટે ઉત્તરીય કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી આ માહિતી આપી હતી.
4/5
સેના અધિકારીએ આ મામલે માહિતી આપતા કહ્યું કે, અમારી સેના આ માટે સતર્ક છે અને સેનાની પુરેપુરી કોશિશ છે કે, કોઇ આતંકી ભારતીય સરજમીન પર ઘૂસે નહીં, ઘાટીમાં હાલમાં 300 આતંકવાદીઓ અડ્ડો જમાવીને બેઠા છે
5/5
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થવાના રિપોર્ટ્સ આવતા રહે છે. હવે આ બધાની વચ્ચે સેનામાંથી સમાચાર આવ્યા છે કે કાશ્મીરમાં પાંચ કે દસ નહીં પણ 300 જેટલા આતંકીઓ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે, સેના દ્વારા સેના દ્વારા કાશ્મીર ઘાટીમાં એક મોટુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.