શોધખોળ કરો
રેલવેમાં પણ લાગુ થશે એરપોર્ટ જેવો નિયમ, 20 મિનિટ પહેલા પહોંચવું પડશે સ્ટેશન, જાણો વિગત
1/3

અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, રેલવે સ્ટેશનને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો પ્લાન છે. અમે હાલ એ તપાસી રહ્યા છીએ કે રેલવે સ્ટેશનો પર કેટલા છીંડા છે, તેમજ તેમાંથી કેટલાને બંધ કરી શકાય તેમ છે. અમુક છીંડા પર બાઉન્ડ્રી વોલ બનાવીને તેના હંમેશ માટે બંધ કરી દેવામાં આવશે, જ્યારે અમુક ગેટ્સ પર આરપીએફના જવાનો મૂકી દેવામાં આવશે. દરેક પ્રવેશ દ્વારા પર ગમે તે ઘડીએ સુરક્ષાનું ચેકિંગ કરવામાં આવશે. જોકે, એરપોર્ટની જેમ મુસાફરોએ કલાકો પહેલા નહીં પરંતુ મુસાફરી શરૂ થવાના 15-20 મિનિટ પહેલા રેલવે સ્ટેશન ખાતે હાજર થવું પડશે. મુસાફરોએ એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે સુરક્ષા તપાસને કારણે તેઓ ટ્રેન ન ચૂકી જાય.
2/3

રેલવે પ્રોટેક્શન ફોર્મના ડિરેક્ટર જનરલ અરુણ કુમારે જણાવ્યું કે, આ મહિને શરૂ થઈ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ ખાતે આ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કર્ણાટકના હુબલી રેવલે સ્ટેશન ખાતે પણ આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં દેશના અન્ય 202 રેલેવે સ્ટેશન ખાતે આ પ્રકારનો પ્લાન અમલી બનાવવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
Published at : 06 Jan 2019 09:31 PM (IST)
View More





















