નવી દિલ્હી: આઈઆરસીટીસી કૌભાંડ સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં શનિવારે થઈ હતી. આ મામલામાં પૂર્વ રેલવે મંત્રી લાલૂ પ્રસાદ યાદવને દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે જામીન આપી દિધા છે. તેમને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે.
2/3
લાલૂ પ્રસાદ યાદવે પોતાના વકીલના માધ્યમથી નિયમિત જામીનનો અનુરોધ કરતા કોર્ટને કહ્યું, હું સમન્સ જાહેર થતા હાજર થયો અને હવે મારી ધરપકડ કરવાની કોઈ જરૂર નથી કારણ કે મારી અટકાયતની માંગણી તે સમયે કરવામાં આવી નહોતી જ્યારે તપાસ ચાલી રહી હતી. તમામ પૂરાવાઓ પહેલાથી જ જપ્ત કરવામાં આવ્યા છે અને ઈડીએ કોઈ સાક્ષી પર ખતરો હોવાની વાતનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે એ પણ કહ્યું કે તેઓ 69 વર્ષના છે અને અસ્વસ્થ છે.
3/3
ઈડીએ લાલૂની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું, તેમનો ગુનો દેશની અર્થવ્યવસ્થાને સમગ્ર રૂપથી પ્રભાવિત કરી રહ્યો છે અને દેશની વિત્ત હાલત માટે એક ગંભીર ખતરો ઉભો કરી રહ્યો છે. ઈડીએ કહ્યું, અમે તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ નથી કરી, આ તેમને સમન્સ જાહેર થયા બાદ જામીન માટે આધાર નથી. તપાસ એજન્સીએ કહ્યું, તે સાક્ષીઓ સાથે છેડછાડ કરી શકે છે અને સાક્ષીઓ પર દબાવ બનાવી શકે છે કારણ કે તેમાંથી કેટલાક લોકો તેના કર્મચારી છે.