800 કરોડના ખર્ચવાળુ આ અભિયાન લગભગ 10 વર્ષ પહેલા પ્રક્ષેપિત કરવામાં આવેલા ચંદ્રયાન-1નું અપડેશન છે. જ્યાં સુધી ચંદ્રયાન-2ના પ્રક્ષેપણની વાત છે તો આના માટે 25 માર્ચથી મધ્ય એપ્રિલનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
2/5
3/5
નવી દિલ્હીઃ વર્ષ 2021 સુધી પહેલીવાર ISROના સેટેલાઇટથી કોઇ ભારતીય અંતરિક્ષમાં જશે. આ વાતની જાહેરાત આજે ઇસરોના ચેરમેન સિવનને કરી છે. અંતરિક્ષમાં માનવ મિશન મોકલનારો ભારત દુનિયાનો ચોથો દેશ હશે. આ મિશન માટે અંતરિક્ષ યાત્રીને વિદેશમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
4/5
આ સાથે ઇસરો ચીફે શુક્રવારે જાહેરાત કરી કે ભારતના બીજા ચંદ્ર અભિયાન ચંદ્રયાન-2ને આ વર્ષે મધ્ય એપ્રિલમાં પ્રક્ષેપિત કરી શકે છે. ઇસરોએ આ અગાઉ કહ્યું હતુ કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ આ વર્ષે જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરીની વચ્ચે કરવામાં આવશે.
5/5
ગગનયાન વિશે વાત કરતાં ઇસરો ચીફ સિવનને કહ્યું કે ઇસરો મહિલા અંતરિક્ષ યાત્રીને પણ આમાં સામેલ કરવા ઇચ્છે છે, પણ આ સિલેક્શનની પ્રક્રિયા પર નિર્ભર રહેશે.