શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઔરંગઝેબની હત્યાનો બદલો લેવા 50 મિત્રો સાઉદીમાંથી નોકરી છોડી ભારત આવ્યા, કહ્યું - 'સેનામાં જોડાઇને બદલો લઇશું'
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/03122436/Aurangzeb-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![ઔરંગઝેબની હત્યાબાદ તેના દુઃખી પિતાએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેનો બદલો લેવામાં આવે, સાથે એવું પણ કહ્યું હતું કે, મારો પુત્ર મૃત્યુ પામ્યો, પણ જો બધાએ પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ કરી દેશે તો દેશ માટે કોન લડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/03122436/Aurangzeb-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઔરંગઝેબની હત્યાબાદ તેના દુઃખી પિતાએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેનો બદલો લેવામાં આવે, સાથે એવું પણ કહ્યું હતું કે, મારો પુત્ર મૃત્યુ પામ્યો, પણ જો બધાએ પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ કરી દેશે તો દેશ માટે કોન લડશે.
2/6
![ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબની હત્યા બાદથી ઘાટીમાં આ જ રીતે બે પોલીસકર્મીઓ અને એક સીઆરપીએફના જવાનની હત્યા થઇ ચૂકી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/03122432/Aurangzeb-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, ઔરંગઝેબની હત્યા બાદથી ઘાટીમાં આ જ રીતે બે પોલીસકર્મીઓ અને એક સીઆરપીએફના જવાનની હત્યા થઇ ચૂકી છે.
3/6
![આતંકીઓએ 14 જૂનના રોજ ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું. પુલવામામાં તે જ રાતે ગોળીઓથી વીંધાયેલું તેનું શબ મળ્યું હતું. તે ઈદ ઊજવવા માટે રજા લઇને ઘરે જઇ રહ્યો હતો. આતંકીઓએ ઔરંગઝેબનો મરતા પહેલાનો વીડિયો પણ જાહેર કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/03122428/Aurangzeb-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આતંકીઓએ 14 જૂનના રોજ ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું. પુલવામામાં તે જ રાતે ગોળીઓથી વીંધાયેલું તેનું શબ મળ્યું હતું. તે ઈદ ઊજવવા માટે રજા લઇને ઘરે જઇ રહ્યો હતો. આતંકીઓએ ઔરંગઝેબનો મરતા પહેલાનો વીડિયો પણ જાહેર કર્યો હતો.
4/6
![ઔરંગઝેબના મિત્ર મોહમ્મદ કિરામતે જણાવ્યું કે, 'જેવી ભાઇના મૃત્યના સમાચાર સાંભળ્યા તે જ દિવસે અમે સાઉદી અરબ છોડી દીધું, અમે જબરદસ્તી કરીને નોકરી છોડી દીધી, કેમકે એકાએક આ રીતે નોકરી છોડી શકાય નહીં. અમે આ બધુ અમારી રીતે મેનેજ કરી લીધું. ગામના 50 મિત્રો અમે પાછા આવી ગયા. અમારું હવે એકજ ધ્યેય છે ઔરંગઝેબની મોતનો બદલો લેવો.'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/03122420/Aurangzeb-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઔરંગઝેબના મિત્ર મોહમ્મદ કિરામતે જણાવ્યું કે, 'જેવી ભાઇના મૃત્યના સમાચાર સાંભળ્યા તે જ દિવસે અમે સાઉદી અરબ છોડી દીધું, અમે જબરદસ્તી કરીને નોકરી છોડી દીધી, કેમકે એકાએક આ રીતે નોકરી છોડી શકાય નહીં. અમે આ બધુ અમારી રીતે મેનેજ કરી લીધું. ગામના 50 મિત્રો અમે પાછા આવી ગયા. અમારું હવે એકજ ધ્યેય છે ઔરંગઝેબની મોતનો બદલો લેવો.'
5/6
![હવે ઔરંગઝેબની મોતનો બદલો લેવા માટે સાઉદી અરબમાં નોકરી કરવા ગયેલા તેના 50 મિત્રોએ એકાએક નોકરી છોડીને ભારત પ્રયાણ કર્યુ છે, તેમનું કહેવું છે કે અમે ભાઇ ઔરંગઝેબની હત્યાનો બદલો લેવા સેના-પોલીસમાં સામેલ થઇશું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/03122416/Aurangzeb-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે ઔરંગઝેબની મોતનો બદલો લેવા માટે સાઉદી અરબમાં નોકરી કરવા ગયેલા તેના 50 મિત્રોએ એકાએક નોકરી છોડીને ભારત પ્રયાણ કર્યુ છે, તેમનું કહેવું છે કે અમે ભાઇ ઔરંગઝેબની હત્યાનો બદલો લેવા સેના-પોલીસમાં સામેલ થઇશું.
6/6
![નવી દિલ્હીઃ કાશ્મીરના પુલવામામાં 14 જૂને આતંકીઓએ ભારતીય સેનાના શહીદ જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેની હત્યા કરી લીધી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાંખ્યો હતો. હવે આ ઘટનાના પડઘા છેક દુર-દુર સુધી પડ્યા છે. તેના 50 મિત્રોએ તેની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/03122413/Aurangzeb-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ કાશ્મીરના પુલવામામાં 14 જૂને આતંકીઓએ ભારતીય સેનાના શહીદ જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેની હત્યા કરી લીધી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાંખ્યો હતો. હવે આ ઘટનાના પડઘા છેક દુર-દુર સુધી પડ્યા છે. તેના 50 મિત્રોએ તેની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યુ છે.
Published at : 03 Aug 2018 12:25 PM (IST)
Tags :
Terrorists-attackવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)