ભારે હિમવર્ષાના કારણે કાશ્મીરમાં સામાન્ય જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ફ્લાઈટ અને રસ્તાઓ બંધ થવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
4/9
જમ્મુ શહેરમાં રાત્રે તાપમાન 8.6, કટરામાં 6.4, બનિહાલમાં 0.3 અને ભદરવાહમાં શૂન્યથી 0.2 સેલ્સિયસ નીચે રહ્યું હતું. અધિકારીઓએ કહ્યું, શ્રીનગરમાં સવારે 8.30 વાગ્યે સુધીમાં 10 ઈંચ સુધી બરફવર્ષા થઈ છે અને ગુલમર્ગમાં બે ફૂટ, કાબીગુંડમાં 11 ઈંચ પહલગામમાં 16 ઈંચ અને કુપવાડામાં 17 ઈંચ બરફવર્ષા થઈ છે.
5/9
શ્રીનગરમાં શુક્રવારે તાપમાન શૂન્યથી 1.3 ડિગ્રી નીચે, પહલગામમાં શૂ્ન્યથી 2.8 ડિગ્રી નીચે અને ગુલમર્ગમાં શૂન્યથી 7.3 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું હતું. લેહમાં તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી નીચે અને કારગિલમાં શૂન્યથી 15.6 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું છે.
6/9
પ્રશાસને શ્રીનગર શહરેમાં સવારથી જ રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કરી દિધુ છે. શ્રીનગર અને અન્ય જિલ્લાઓ વચ્ચે પરિવહન બંઘ છે. હિમવર્ષાના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી જતી રહી છે. ઘાટીના મોટા ભાગના વિસ્તારોમાં વિજળી ડૂલ છે.
7/9
કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ, મુગલ રોડ, શ્રીનગર-લેહ હાઈવે અને ગુરેજ અને તંગધાર તરફ જતા પહાડી વિસ્તારના તમામ રસ્તાઓ બંધ છે. ગુલમર્ગ, સોનમર્ગ, પીર પંજાબ અને પહલગામ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે.
8/9
મોસમ વિભાગે આગામી 24 કલાકમાં ઘાટીમાં વધારે હિમવર્ષા થવાની આગાહી કરી છે. ભારે બરફવર્ષાના કારણે શ્રીનગર અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવાર સવારથી એક પણ ફ્લાઈટે ઉડાન નથી ભરી.
9/9
શ્રીનગર: કાશ્મીર ઘાટીમાં શનિવારે મોટા પાયે બરફ વર્ષા થઈ હતી. જેના કારણે કાશ્મીરનો દેશના અન્ય ભાગ સાથે સંપર્ક તુટી ગયો હતો. મોસમ વિભાગે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી ઉંચા પહાડી વિસાતરોમાં ભારે હિમવર્ષા થઈ છે. જામેલા બરફની વચ્ચે સેનાના જવાનો તેનાત છે.