પ્રવક્તાએ જણાવ્યું કે પોલીસ રેકોર્ડ અનુસાર જુબૈર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો જ્યારે શકૂર અને તવસીફ હિઝ્બુલ મુજાહીદીન સાથે જોડાયેલો હતો. તેમણે જણાવ્યું કે અથડામણ સ્થળ પરથી હથિયાર અને વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા છે. આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ ચાલી રહી છે.
2/3
અધિકારીએ જણાવ્યું કે અભિયાનમાં ત્રણ આતંકવાદીયોને ઠાર કરવામાં આવ્યા છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ જુબેર અહમદ ભટ ઉર્ફ અબુ હુરૈરા, શકૂલ અહમદ પર્રે ઉર્ફ ઢફર અને તવસીફ અહમદ ઠોકેર ઉર્ફ અબુ તલ્હા તરીકે થઈ છે.
3/3
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરૂવારે એક અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ આ જાણકારી આપી હતી. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જંગલમાં ઓછામાં ઓછા બે આતંકીઓ છુપાયા હોવાની સુચના પર ત્રાલના પહાડી વિસ્તારમાં આતંવાદ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દિધો ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ હતી.