શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળને મોટી સફળતા, હિઝબૂલના બે આતંકીઓને કર્યા ઠાર
1/3

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. આજે સફનાગરીમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા છે. આતંકિઓ અને સુરક્ષાદળોના વચ્ચે મોડી રાત્રે અથડામણ શરૂ થઈ હતી. પોલીસે જણાવ્યું કે ઓપરેશન ખત્મ થયું છે. આતંકીઓની ઓળખ મોહમ્મદ ઈદરીસ સુલ્તાન અને આમીર હુસૈનના રૂપમાં થઈ છે. બંને હિજ્બૂલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા. અથડામણ સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને ગોળા બારૂદ ઝડપાયા છે.
2/3

ત્રણ ઓક્ટોબરે પણ શોપિયાંમાં સુરક્ષાદળોએ બે આતંકિયોને ઠાર કર્યા હતા. આ પહેલા બે ઓક્ટોબરે સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. એક નવેમ્બરે બડગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. નવેમ્બરમાં ઓછામાં ઓછા પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
Published at : 06 Nov 2018 09:33 AM (IST)
View More





















