પંચાયતના નિર્ણયથી અપમાનિત થયા હોવાનું લાગ્યા બાદ ચારેય યુવકોએ પીડિત પરિવારના ઘરે જઈને સગીરાને જીવતી સળગાવી દીધી હતી. એટલું જ નહીં નરાધમોએ તેના માતા-પિતાને પણ ફટકાર્યા હતા. ઘટનાની સૂચના મળતા ગામ પહોંચેલી પોલીસે યુવતીનો અર્ધ બળેલો મૃતદેહ કબજે લીધો હતો.
2/5
ઝારખંડના મુખ્યમંત્રીએ ગેંગરેપની ઘટના પર ટ્વિટ કરીને કહ્યું કે, ચતરામાં થયેલી હૃદયદ્રાવક ઘટનાથી પરેશાન છું. સભ્ય સમાજમાં આ પ્રકારની બર્બરતાને કોઈ સ્થાન નથી. તંત્રને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દોષિતોને છોડવામાં નહીં આવે. (તસવીરો પ્રતિકાત્મક છે)
3/5
પીડિત પરિવારે ઇટખોરી પોલીસ સ્ટેશનમાં ચારેય સામે મામલો નોંધાવ્યો છે. પોલીસે ઘટાનમાં પંચાયત કરનારા મુખિયા તિલેશ્વરી દેવી સહિત 14 લોકોની ધરપકડ કરી છે.
4/5
ઘટના બની ત્યારે છોકરીના પરિવારજનો લગ્ન સમારંભમાં ગયા હતા. ગેંગરેપ મામલે ન્યાય મેળવવા માટે અદાલતમાં જવાના બદલે પંચાયત બોલાવામાં આવી. જ્યાં પંચે સગીરાના મોતની કિંમત 50 હજાર રૂપિયા આંકી અને તેને પીડિત પરિવારને આપવાનો આદેશ કર્યો.
5/5
ચતરાઃ ઝારખંડના ચતરા જિલ્લામાં શુક્વારે 16 વર્ષીય એક છોકરી સાથે ગેંગરેપ બાદ તેના પરિવારજનો સામે જ સળગાવીને હત્યા કરી દેવામાં આવી હતી. મામલો ઇટખોરી પોલીસ સ્ટેશનના રાજકેંદુઆ ગામનો છે. છોકરીને ચાર નરાધમોએ તેના ઘર નજીકથી જ અપહરણ કરીને ગેંગરેપ કર્યો હતો.