આ પેટા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન ભાજપ વચ્ચે છે. પેટાચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું. તમામ બેઠકો પર કુલ 31 ઉમેદવારો મેદાનમાં હતા. પાંચમાંથી ચાર બેઠકો રાજીનામાના કારણે જ્યારે એક બેઠક ધારાસભ્યના નિધનના કારણે ખાલી થઈ હતી.
2/3
કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. શિમોગા, બેલ્લારી અને મંડ્યા લોકસભા બેઠકો પર ભાજપને કૉંગ્રેસ-જેડીએસ તરફથી ટક્કર મળવાની શક્યતા છે. ત્રણેય ખાલી બેઠકોમાં બે ભાજપ પાસે અને એક જેડીએસ પાસે હતી. મત ગણતરી સવારે આઠ વાગ્યેથી શરૂ થઈ ગઈ છે. રામનગરમ વિધાનસભા બેઠક મુખ્યમંત્રી કુમારસ્વામીના છોડવાના કારણે ખાલી થઈ હતી. જ્યારે કૉંગ્રેસના ધારાસભ્ય સિદ્દૂ ન્યામગૌડાના નિધન બાદ જમખડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
3/3
બેંગલુરૂ: બેલ્લારી, મંડ્યા લોકસભા બેઠક અને જામખંડી, રામનગર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ જેડીએસ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ભાજપ માત્ર શિમોગા લોકસભા બેઠક પર આગળ છે. શિમોગા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાધવેંદ્ર ઉમેદવાર છે. મંડ્યા લોકસભા બેઠક પર પાંચ રાઉન્ડની ગણતરી બાદ જેડીએસ 109066 મતથી આગળ છે. બેલ્લારી બેઠક પર કૉંગ્રેસ 84257 મતથી આગળ ચાલી રહી છે.