શોધખોળ કરો
કર્ણાટક: યેદિયુરપ્પાના નિવેદન પર વિવાદ, કૉંગ્રેસ ચૂંટણી આયોગને કરશે ફરિયાદ
1/4

નવી દિલ્હી: કર્ણાટકના બેલગાવીમાં વોટ માંગવા પહોંચેલા ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના વિવાદિત નિવેદ પર રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ યેદિયુરપ્પા નિવેદનને ધમકીવાળું નિવેદન ગણાવ્યું છે. અને તેઓ ચૂંટણી આયોગમાં તેની ફરિયાદ કરશે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ‘આ નિવેદન ભાજપના વિચારો દર્શાવે છે. આ નિવેદન અહંકારથી ભરેલું અને જનતા સાથે મનમાની કરનારું છે. આ ભાજપ પોતાની તાકાતથી આમ જનતાને ધમકાવનારા વિચારો દર્શાવે છે.’
2/4

આ નિવેદનને લઈને કૉંગ્રેસે ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે યેદિયુરપ્પાએ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન નહીં કરનારાઓને સાર્વજનિક ધમકી આપી છે. પ્રિયંકાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું કે લોકતંત્ર અને સંવિધાનનું સમ્માનનો દાવો કરનારી પાર્ટી તરફથી આવેલું આ નિવેદન ખુબજ હેરાન કરનારું છે.
Published at : 05 May 2018 10:34 PM (IST)
View More





















