ઉલ્લેખનીય છે કે, કેરાલા પુરગ્રસ્તોની મદદ નેતા, અભિનેતા, બિઝનેસ મેનો સાથે સામાન્ય માણસો પણ મદદ માટે આગળ આવ્યા છે. કેરાલા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મદદ માટે રાજ્યના રાહત કોષ CMRDFમાં 1 લાખ રૂપિયા મદદ માટે આપ્યા, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
2/5
પુરથી થયેલી તબાહીના મંજૂરથી ધ્રૂજી ઉઠેલા કેન્દ્ર સરકારના અધિકારી કે કે વેણુગોપાલે પણ દાન કર્યું છે. વેણુગોપાલે પોતાની પ્રાઇવેટ ઇન્કમમાથી 1 કરોડ રૂપિયા પુરગ્રસ્તોને મદદ માટે મોકલ્યા છે.
3/5
4/5
કે કે વેણુગોપાલે પથાનામથિલ્લા જિલ્લામાં પુરથી મૃત્ય પામેલા લોકોને દફનાવવા માટે પોતાની જમીનો 25 ટકા ભાગ પણ આપ્યો છે.
5/5
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતના રાજ્ય કેરાલામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે અને પુરે તબાહી મચાવી દીધી છે. હજારો લોકો ઘર વિહોણા બન્યા છે અને 370થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમામ મદદ કરી રહ્યા છે. ત્યારે નેતા, રાજનેતાની સાથે સાથે અધિકારીઓ પણ પોતાની મદદ લઇને દોડ્યા છે.