શોધખોળ કરો
કેરળ પૂરઃ વિદેશી સહાય લેવા કેન્દ્રની ના, UAEએ કરી હતી 700 કરોડ આપવાની ઓફર
1/3

ગઈકાલે જ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કેરળના પૂર પીડિતો માટ આશરે 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની ઓફર કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહજાદે શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સહાયતાની ઓફર કરી હતી. યુએઈમાં આશરે 30 લાખ ભારતીયો રહે છે અને કામ કરે છે. જેમાંથી 80 ટકા કેરળના છે. માલદીવ સરકારે પણ કેરળના પૂર પીડિત લોકોની મદદ માટે 35 લાખ રૂપિયા દાન આપવાનો ફેંસલો કર્યો છે.
2/3

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.
Published at : 22 Aug 2018 07:56 AM (IST)
View More





















