ટોપ 5માં ઉત્તર ભારતનાં ફક્ત ગુજરાતને જ સ્થાન મળ્યું છે. મહત્વની વાત એ છે કે, સુશાસનની વાતો કરનાર ભાજપશાસિત રાજ્ય ગુજરાતને ટોપ 5માં સ્થાન મળ્યું છે. ભાજપશાસિત રાજ્યો મધ્ય પ્રદેશ, ઝારખંડ અને બિહાર આ ઈન્ડેક્સમાં સાવ નીચે છે.
2/5
2 કરોડથી ઓછી વસતીવાળા સુશાસિત રાજ્યોની યાદીમાં હિમાચલ પ્રદેશ ટોપ પર છે. ત્યાર બાદ ગોવા, મિઝોરમ, સિક્કીમ અને ત્રિપુરા ટોપ પાંચમાં છે. આ શ્રેણીમાં નાગાલેન્ડ, મણિપુર અને મેઘાલય સૌથી પાછળ છે.
3/5
ઈન્ડેક્સ તૈયાર કરવા રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ વિકાસને સમર્થન, સામાજિક સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, મહિલાઓ-બાળકોની સ્થિતિનું આકલન કરવામાં આવે છે. તેમાં સરકારી ડેટાનું કુલ 30 ફોક્સ વિષય અને 100 ઈન્ડીકેટરના આધાર પર મૂલ્યાંકન કરવામાં આવે છે. પીએસી 2016થી આ ઇન્ડેક્સ જારી કરે છે.
4/5
ઈન્ડેક્સમાં ભારતના રાજ્યોના પ્રદર્શનનું આકલન કરવામાં આવે છે. બેંગલુરુ સ્થિત પીએસીએ કહ્યું હતું કે, મધ્ય પ્રદેશ, ઝારખંડ તથા બિહાર સૌથી નિમ્ન સ્થાન પર છે. પીએસીના ચેરમેન કે.કસ્તૂરીરંગને કહ્યું હતું કે, દેશની વધતી વસતીને ધ્યાનમાં રાખીને વિકાસ સંબંધી પડકારોનું સમાધાન જરૂરી છે.
5/5
નવી દિલ્હી: દેશમાં સૌથી સારી રીતે શાસિત રાજ્યોની યાદીમાં ગુજરાત છે ક પાંચમા ક્રમે છે જ્યારે કેરળ સતત ત્રીજા વર્ષે ટોપ પર રહ્યું છે. તમિલનાડુ બીજા, તેલંગાણા ત્રીજા અને કર્ણાટક ચોથા સ્થાન પર છે. થિન્ક ટેન્ક પબ્લિક અફેર્સ સેન્ટર (પીએસી)ના ઈન્ડેક્સમાં બિહાર સૌથી પાછળ છે જ્યારે બાળકો માટે સારી સ્થિતિ બાબતે કેરળ, હિમાચલ અને મિઝોરમ હાલ ટોપ પર છે.