નકલી નોટો મામલે થોડા દિવસ પહેલા પોલીસે 3 લોકોને રંગે હાથ પકડ્યા હતાં. તેમની પૂછપરછમાં અભિનેત્રી સૂર્યા શશિકુમારનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા માહિતી સાચી પડી હતી. પોલીસે કાર્યવાહી કરતા અભિનેત્રી સાથે માતા અને બહેનની પણ ધરપકડ કરી. પોલીસ ત્રણેયની પૂછપરછ કરીને રેકેટમાં સામેલ કેટલાક લોકોની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
2/6
પોલીસે સૂર્યાના ઘર પર પાડેલા દરોડામાં નકલી નોટો પણ જપ્ત કર્યા છે. તેના ઘરેથી લગભગ 2.25 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. એવી ડિલ કરાઈ હતી કે જે પણ લાભ થશે તેનો અડધો ભાગ અભિનેત્રીની માતાને આપી દેવાશે.
3/6
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નોટ છાપવાના મામલે અભિનેત્રીની માતાની મુખ્ય ભૂમિકા હતી. તે આ નકલી નોટો છાપવાના રેકેટમાં મુખ્ય ભૂમિકા ભજવતી હતી. નકલી નોટોની છપાઈ માટે પરિવારે 4.36 લાખ રૂપિયા ખર્ચ કરીને અનેક ઉપકરણો લગાવ્યાં હતાં.
4/6
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં 500 રૂપિયાની નકલી ચલણી નોટો છપાતી હતી. પોલીસના વરિષ્ઠ અધિકારીઓના અનુમાન મુજબ છેલ્લા 8 મહિનાઓમાં લગભગ 57 લાખ નકલી નોટો છપાઈ છે. પોલીસનો આરોપ છે કે સૂર્યા શશિકુમાર તેની માતા અને બહેન સાથે મળીને કેરળના ઈડુક્કી જિલ્લાના કટ્ટપના સ્થિત પોતાના ઘરમાં નકલી નોટો છાપવાનું કામ કરતી હતી. ઘરના બીજા માળે નકલી નોટોનું છાપકામ થતું હતું. પોલીસને આશંકા છે કે નકલી નોટોની આ છપાઈના કામમાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે.
5/6
પોલીસ અધિકારી વીએસ સુનીલ કુમારની આગેવાનીમાં બુધવારે સૂર્યા અને તેના પરિવારજનોની ધરપકડ કરવામાં આવી હતી. સુનીલ કુમારે જણાવ્યું હતું કે, તેમને એક્ટ્રેસના ઘરેથી નોટોના છાપકામ માટેની તમામ સામગ્રી મળી આવી છે. સૂર્યા શિશકુમાર ભૂતકાળમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે નકલી નોટો છાપતી હતી. સૂર્યા ખુબ ફેમસ એક્ટ્રેસ છે, તે કેરળની અનેક ટીવી ચેનલ પર પ્રસારિત થતી સીરિયલમાં કામ કરી ચૂકી છે.
6/6
નવી દિલ્હીઃ કેરળની ટીવી એક્ટ્રેસ સૂર્યા શશિકુમાર તેની માતા અને બહેનની નકલી નોટો છાપવાના આરોપમાં પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસની માહિતી પ્રમાણે ત્રણેય ઘરમાં નકલી નોટો છાપતી હતી.