નલગોંડાઃ અભિનેતામાંથી રાજનેતા બનેલા ટીડીપીના પૂર્વ સાંસદ નંદમૂરી હરિકૃષ્ણાનું આજે સવારે ગંભીર અકસ્માતમાં મોત થયું હતું. તેઓ 61 વર્ષના હતા. નંદમૂરી તેલંગાણાના સીએમ ચંદ્રાબાબુ નાયડુના સાળા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના મોટા પુત્ર હતા.
2/4
હૈદરાબાદથી નેલ્લોર જઈ રહેલા હરિકૃષ્ણાની કાર આજે સવારે રસ્તામાં નલગોંડા જિલ્લાના અન્નેપર્તિ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હરિકૃષ્ણાને નાર્કેટપલ્લી કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે.
3/4
નંદમૂરીએ તેલુગુ સિનેમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. તેણે બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નથી બે દીકરા (કલ્યાણ રામ, જાનકી રામ) અને એક દીકરી સુહાસિની છે. બીજા લગ્નથી પણ એક દીકરાનો જન્મ થયો હતો. જે સાઉથ સિનેમાનો પોપ્યુલર સ્ટાર જૂનિયર એનટીઆર છે.
4/4
હરિકૃષ્ણા આંધ્રપ્રદેશના સૌથી પ્રભાવશાળી પરિવાર એનટીઆર સાથે સંબંધ ધરાવે છે. વર્તમાન સીએમ ચંદ્રબાબુ નાયડૂ હરિકૃષ્ણાના જીજા છે. હરિકૃષ્ણના પિતા અને દાદા આંધ્રપ્રદેશની રાજનીતિ અને સિનેમામાં ઘણું જાણીતું નામ છે.