પણજીઃ સર્જિકલ સ્ટ્રાઇક પર ફરી એકવાર આરોપ-પ્રત્યારોપ લગાવવાનું શરૂ થઇ ગયુ છે. સેનાની કાર્યવાહી પર ફરી એકવાર રાજકારણ રમાવવાનુ શરૂ થયુ છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરે સર્જિકલ સ્ટ્રાઇકલને લઇને વિપક્ષ પર હુમલો કર્યો છે.
2/6
પરિકરે જણાવ્યું કે, ''સર્જિકલ સ્ટ્રાઇકલ વિશે સૌથી મોટી ગુપ્તતા છે. વડાપ્રધાન, હું, સેના પ્રમુખ અને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેસન્સ, અમે ચાર આના વિશે જાણતા હતા. અમે ચારેય દિલ્હીમાં હતાં, કોર કમાન્ડર, સેનાના કમાન્ડર અને જેમને અંજામ આપ્યો, તે લોકો શ્રીનગરમાં હતાં. અમારે આ માટે ઝડપથી તૈયારી કરવી પડી, કેમકે આ વસ્તુઓમાં વધારે સમય ના કરાય."
3/6
સોમવારે સાંજે ભાજપા કાર્યકર્તાઓની બેઠકમાં પરિકરે કહ્યું કે, "હું સર્જિકલ સ્ટ્રાઇકલ પર રાજકારણ નથી ઇચ્છતો, વિપક્ષી પાર્ટીઓ કહે છે કે સર્જિકલ સ્ટ્રાઇક નથી થઇ. તેમની નકારાત્મકતા તો જુઓ. શું મારે તમને (વિપક્ષને) સાથે લઇ જવાના હોય. મારે સેનાને કહેવું જોઇતુ હતું કે રાહુલ ગાંધીને સાથે લઇ જાઓ અને સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપે."
4/6
ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીઓ સર્જિકલ સ્ટ્રાઇક પર મોદી સરકારની નિંદા કરી રહી છે. અને કહી રહી છે કે સરકાર જવાનોના બલિદાન, પરાક્રમ અને સાહસનો ઉપયોગ રાજકીય રોટલા શેકવા કરી કરી રહી છે.
5/6
6/6
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન આર્મીએ સપ્ટેમ્બર 2016માં એલઓસી પાર કરીને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, તે સમયે પરિકર રક્ષા મંત્રી હતા.