ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસોમાં દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં આ બીજું આવું વાવાઝોડું આવ્યું છે. ગયા રવિવારે આવેલા ભયંકર વાવાઝોડામાં દેશના પાંચ રાજ્યોમાં આશરે 80 લોકોનાં મોત થયા હતાં. વરસાદ અને વીજળી સાથે ત્રાટકેલાં આ વાવાઝોડાંએ વૃક્ષો ઉખાડી નાખ્યા હતાં તેમજ રેલવે અને ફ્લાઇટ સર્વિસિઝ પણ સ્થગિત થઇ ગઇ હતી. ઉપરાંત, જે વિસ્તારોમાં આ વાવાઝોડાંએ પાયમાલી સર્જી હતી ત્યાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.
3/5
બુધવારે વહેલી સવારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ સાથે રેતીનું વાવાઝોડું ત્રાટક્યું. રેતી સાથે ભયાનક ઝડપે ફૂંકાતા પવનને કારણે શહેરમાં વૃક્ષો ઉખડી ગયાં અને કલાકો સુધી વીજળી પણ જતી રહી. જોકે વરસાદને લીધે શહેરના તાપમાનમાં ઘટાડો થયો જેના કારણે છેલ્લા બે દિવસથી શહેરમાં છવાયેલા હિટવેવમાં રાહત મળી છે.
4/5
હવામાન ખાતે આગામી કેટલાક કલાકોમાં દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં રોહતક, ઝજ્જર, માનેસર, ગુરુગ્રામ, નૂહ, બાગપત, બડોત, મેરઠ, સોનીપત, ફરીદાબાદ તથા તેના આસપાસના વિસ્તારોમાં ભારે વાવાઝોડુ અને વરસાદ થવાની વાત કહી છે.
5/5
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ફરી એકવાર હવામાનમાં ફેરફાર જોવા મળ્યો, બુધવારે વહેલી સવારે ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા અને વીજળી પણ ગુલ થઇ ગઇ હતી. જોકે, હજુ સુધી કોઇપણ પ્રકારનું નુકશાન થવાના સમાચાર નથી.