શોધખોળ કરો
માયાવતીનું અપમાન એટલે મારૂ અપમાન: અખિલેશ યાદવ
1/3

અખિલેશ યાદવે કહ્યું કે, સપા-બસપાનાં ગંઠબંધનનાં બીજ ત્યારે રોપાયા જ્યારે ભાજપે બસપાનાં રાજ્યસભાનાં ઉમેદવારને હરાવવાના પ્રયાસ થયા હતા. પણ હવે ભાજપનાં વિજયરથને રોકવા માટે અમે ગમે તે કરીશું. મેં આ પહેલા પણ કહ્યું કે, બસપા સાથે ગઠબંધન કરવા માટે બે ડગલા પાછળ ચાલવા માટે પણ તૈયાર છું. બહુજન સમાજ પાર્ટી સુપ્રિમો માયાવતીએ એવો દાવો કર્યો કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનાં ગઠબંધન થવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ હરામ થઇ જશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને ધૂળ ચાંટતા કરીશું.
2/3

માયાવતીએ કહ્યું કે, 1990નાં અરસામાં ભાજપનાં કારણે લોકોને ખુબ સહન કરવું પડ્યુ હતું. 1993માં બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો કાશીરામ અને સમાજવાદી પાર્ટીને સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ સાથે મળી ચૂંટણી લડ્યા હતા અને ઉત્તરપ્રદેશની ચૂંટણી જીત્યા હતા. બસપા ડો. બાબાસાહેબ આંબેડકરનાં રસ્તે ચાલવા માંગે છે અને એ પરિણામ લાવવા માંગે છે. માયાવતી અને અખિલેશ યાદવનાં ટેકેદારોએ અબકી બાર માયા ઓર અખિલેશનાં નારા લગાવ્યા હતા.
Published at : 12 Jan 2019 03:58 PM (IST)
View More





















