ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, પ્રવર્તન નિદેશાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટરિએટ (રો), ડાયરેક્ટર ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્લીના કમિશ્નર ઓફ પોલીસને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરની જાસૂસી કરવાની મંજૂરી આપવામાં આવી છે.
2/2
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અણધાર્યો નિર્ણય કરતાં ગુરુવારે 10 કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરમાં જાસૂસી કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર દેશની આ સુરક્ષા એજન્સીઓ કોઈપણ વ્યક્તિના કોમ્પ્યૂટરમાં જનરેટ, ટ્રાન્સમિટ, રિસીવ અને સ્ટોર કરવામાં આવેલ કોઈપણ દસ્વાતેજને જોઈ શકે છે.